105 : 1
أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَـٰبِ ٱلْفِيلِ
૧. શું તમે જોયું નથી કે તમારા પાલનહારે હાથીવાળાઓ સાથે શું કર્યુ?
105 : 2
أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِى تَضْلِيلٍ
૨. શું તેણે તેમની યુક્તિને નિષ્ફળ નહતી કરી?
105 : 3
وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ
૩. અને તેમના ઉપર પક્ષીઓના ટોળે-ટોળા મોકલી દીધા.
105 : 4
تَرْمِيهِم بِحِجَارَةٍ مِّن سِجِّيلٍ
૪. જે તેમના પર કાંકરીઓ જેવા પથ્થર ફેંકી રહ્યા હતા.
105 : 5
فَجَعَلَهُمْ كَعَصْفٍ مَّأْكُولٍۭ
૫. બસ! તેમને ખાધેલા ભુસા જેવા કરી નાખ્યા.